ટૂંક સમય મા જ મેળવો વધતા કોલેસ્ટ્રોલથી છુટકારો, આજે જાણીલો આ અસરકારક ઉપચાર…

જયારે કોલેસ્ટ્રોલની માત્રા સમાન્ય કરતા વધી જાય ત્યારે તેને હાઇપરકોલેસ્ટ્રોલિનિયા કહે છે. તે પાચક સબંધિત સમસ્યા છે. તે વધારે પડતું બહારના ખાવાપીવાથી અને ધી, તેલ વધુ લેવાથી થાય છે. તેનું મુખ્ય કારણ ધુમ્ર પાન પણ છે. આપણા શરીરમાં માનસિક તાણ વધવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. જે વ્યક્તિને તેના બ્લડમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધુ હોય ત્યારે હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે.

દુધી બહારથી લીલી અને અંદરથી સફેદ કલર ની હોય છે. તેનો સ્વાદ ફિક્કો હોય છે. લાંબી દુધી શરીરમાં લોહીને વધારે છે અને જોશ ઉત્પન કરે છે. તેના ઉપયોગ થી પેટના વિકાર દુર થાય છે, પેશાબનું પ્રમાણ વધે છે અને દિલમાં તરવરાટ અને ઠંડક ઉત્પન થાય છે. તેનો પ્રયોગ ઉનાળામાં કે તાવવાળા માટે લાભદાયક છે અને જુના તાવ ને દુર કરે છે.

સવારે ભૂખ્યા પેટે દૂધીનો રસ પીવાથી પણ કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. દુધીના જ્યુસ બનાવતી વખતે તેની અંદર ત્રણથી ચાર પાન ફૂદીનાના તેમજ ત્રણથી ચાર પાન તુલસીનાં નાખવાથી ફાયદો થાય છે. તેમજ ખાવામાં સોયાબીન તેલનો ઉપયોગ કરવો. પિસ્તા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટી જાય છે. અખરોટ દ્વારા દિલની બીમારીથી બચી શકાય છે.

લોહીમાં કોલેસ્ટરોનું પ્રમાણ ઘટાડવા માટે ખાટા પદાર્થો જેવા કે લીંબુ, આમળા, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા, આમલી, ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન કરવું ફાયદાકારક છે. જે લોકોના લોહીમાં કોલેસ્ટરોલ વધારે હોય છે, તેઓએ નિયમિત ઓછામાં ઓછું આઠ-દસ ગ્લાસ પાણી પીવું જોઈએ. કેમ કે વધારે માત્રામાં પાણી પીવાથી ત્વચા અને કિડનીની વધુ પડતી ચરબી ઘટે છે, અને તે મજબૂત બને છે. બદલામાં, વધારાનું કોલેસ્ટ્રોલ શરીરમાંથી દૂર થાય છે. અને આપણું શરીર સ્વસ્થ બને છે.

કોલેસ્ટ્રોલના દર્દીએ સવારમાં ખાલી પેટે લસણની ચાર થી પાંચ કળી ખાવી જોઈએ. લીલા શાકભાજી ખાવાથી કોલેસ્ટ્રોલમાં ધટાડો થાય છે. સવારે પાણી અને પલાળેલા ધાણા ખાવાથી કોલેસ્ટ્રોલમાં ધટાડો થાય છે. અખરોટ, અને બદામમાં રહેલા ઓમેગા ૩ ફૈટી એસીડ રહેલું છે. જે આપણા આર્ટીઝન થનાર નુકશાનની ભરપાઈ કરી શકે છે. તે આપણા કીડની માટે પણ ફાયદાકારક છે. કોથમીરને પાણીમાં ઉકાળીને પીવાથી લોહીનું કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. હદય રોગના જોખમ ધટાડવા માટે ધનતવાળા લિપોપ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ. તે આપણા ખોરાકમાં સુધારો કરે છે. કોલેસ્ટ્રોલને મજબુત બનાવવા માટે પોષ્ટિક ખોરાક લેવો જોઈએ.

મોટી ગાંઠવાળી દળેલી હળદર ચાળીને આઠ મહિના સુધી રાખી મૂકો. ત્યારપછી દરરોજ ગાયના દૂધમાં એક ચમચી હળદર મેળવીને પીવાથી રક્તવાહિનીઓમાં જામેલા થર ઓગળી જશે અને લોહીની નળીઓ સાફ થઇ જશે. જ્યારે રક્તવાહિનીઓ શુદ્ધ થશે ત્યારે કચરો પેટમાં ભેગો થઇને મળ દ્વારા બહાર ફેંકાઇ જશે. જો શરીરમાં કોલેસ્ટ્રોલ આવ્યું હોય તો રોજે તુલસીના સાત આંઠ પાંદડા ચાવવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *