શું તમે પણ મોટું નામ અને ખુબ જ ધનવાન બનવા માંગો છો

હાલ ના આધુનિક સમય મા માણસ ગમે તેટલો ભણેલો હોય , ગમે તેટલી ઉંચી ડિગ્રી ધરાવતો હોય તેમ છતાં પણ સારી નોકરી ના મળતી હોય અથવા તો નોકરી સારી હોય તો ખર્ચાઓ તેના કરતા પણ વધી જતા હોય. જેના કારણે આર્થિક પરિસ્થિતિ કથળી જતી હોય તો આ પરિસ્થિતિ નો ઉકેલ લાવવા માટે અમે આજે એક ચમત્કારિક મંત્ર વિશે માહિતગાર કરવા જઇ રહ્યા છીએ.

આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરવા થી તમને યશ, કીર્તિ, સમૃધ્ધિ બધુ જ મળશે. તમારુ જીવન સુખ-સમૃધ્ધિ અને ધન-ધાન્ય થી ભરપૂર થઇ જશે. આ માટે તમારે નિયમિત માત્ર 7 અક્ષર નો એક ચમત્કારિક મંત્ર રોજ સૂતા પહેલા બોલવા નો છે. તો આ મંત્ર કયો છે ? અને કંઈ રીતે તેનો મંત્રોચ્ચારણ કરવા નો છે તથા શું વિશેષ છે આ મંત્ર મા જાણીએ.

મિત્રો આ મંત્ર ગણેશજી નો ચમત્કારિક મંત્ર છે. આપણે સૌ જાણીએ છીએ કે ગણેશજી એટલે બુધ્ધિ ના દાતા તેમજ રિદ્ધિસિદ્ધિ સહીત આઠ સિદ્ધીઓ અને નવ નીધીઓ ના દાત્તા છે માટે જ તો દરેક કાર્ય ના શરૂઆત કરતા પહેલા ગણેશજી ને યાદ કરી સૌપ્રથમ તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

આજે આપણે જે મંત્ર વિશે જાણવા જઇ રહ્યા છીએ તે ગણેશજી ના બધા મંત્રો મા સૌથી વિશેષ મંત્ર છે. કારણ કે આ સિધ્ધ મંત્ર સ્વયં બ્રહ્મદેવે પોતે પ્રભુ ભક્તિ માટે નિર્મિત કરેલો હતો. માત્ર 7 જ અક્ષર ધરાવતો આ ગણેશમંત્ર જો અહીં દર્શાવ્યા મુજબ ઉચ્ચારણ કરવા મા આવે તો જીવન મા ક્યારેય પણ ધન ની અછત સર્જાતી નથી અને સમાજ મા તમારી પ્રતિષ્ઠા મા વધારો થાય છે.

આપણા જીવન મા આવતા સંકટો પણ દુર થાય છે અને જીવન મા અદભૂત સુખ સમૃધ્ધિ નુ આગમન થાય છે. સુખ અને વૈભવ ની પ્રાપ્તિ થશે. તો ચાલો મંત્ર જાણતા પહેલા તેનો કંઈ રીતે ઉચ્ચારણ કરવુ તેની વિધિ જાણી લઈએ. મિત્રો જ્યારે તમે રાત્રે તમારા બેડ મા સુતા હોવ અને તમને નીંદર આવવા ની તૈયારી હોય એટલે કે અર્ધજાગ્રત અવસ્થા મા હોય ત્યારે આ ચમત્કારિક મંત્ર નુ ઉચ્ચારણ કરવા નુ શરૂ કરી દેવા નુ છે અને ત્યાં સુધી સતત આ મંત્ર નુ ઉચ્ચારણ કરતા રહેવાનુ છે કે જ્યાં સુધી તમને આ મંત્ર બોલતા બોલતા નીંદર ના આવી જાય.

તમારે નિયમિત આ રીતે મંત્રનું ઉચ્ચારણ કરતુ રહેવાનુ છે. તમે કોઈ પણ યાત્રા સ્થળે ગયા હોય કે મુસાફરી મા હોવ, સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય ગમે તેવી પરિસ્થિતિ મા હોવ તમારે રોજ રાત્રે સુતા સમયે જેટલી વધારે વાર થાય તેટલી વાર આ મંત્રોચ્ચારણ કરતા કરતા સુઈ જવા નુ છે.

બીજી વિશેષ અગત્ય ની વાત એ છે કે આ મંત્ર નો મંત્રોચ્ચારણ તમારે આંખ બંધ કરીને કરવા નો છે તેમજ આ મંત્રોચ્ચારણ દરમિયાન મન મા કોઈ પ્રકાર ના દુષ્ટ વિચારો ન હોવા જોઈએ. એકદમ સ્થિર મન થી આ મંત્ર નો માનસિક જાપ કરવા નો છે. એક પણ દિવસ ચૂક્યા વગર નિયમિત આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરવાનો છે. આવું નિયમિત કરવા થી જ્યારે તમારો મંત્ર પરમ સિધ્ધિ ને પામશે ત્યારે તમારા ભાગ્ય ના દ્વાર ખુલી જશે.

આ મંત્રોચ્ચારણ ના અન્ય પણ ઘણા લાભો છે. જેમ કે જો તમને મંત્રોચાર ની સાથોસાથ ઊંઘ આવવા લાગે અને જો ઊંઘ આવી જાય તો તેથી સમ્પૂર્ણ રાત્રી ના મંત્રોચ્ચારણ કર્યા નું ફળ મળશે. તેમજ સુતી વખતે આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવા થી તણાવ પણ દુર થશે તેમજ ઊંઘ પણ સારી આવશે. કોઈ અનિષ્ટ સ્વપ્નો નહિ આવે તેમજ કોઈપણ જાત નો ભય નહિ રહે.

જ્યારે તમે પરોઢે ઉઠશો ત્યારે તમારા માં એક નવી જ ઉર્જા નો સંચાર થશે. જે તમને આખા દિવસ દરમિયાન કાર્યરત રાખશે અને સાથે સાથે આગળ જણાવ્યુ તેમ શુભ ફળો પણ આપશે. તો મિત્રો જે મંત્ર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે મંત્ર આ પ્રમાણે છે “ઓમ વક્રતુન્ડાય નમ:”. આમ જોઈએ તો આ મંત્ર ઓમ ને કાઢતા માત્ર 7 અક્ષર નો જ છે. પરંતુ ઓમ વગર કોઈપણ મંત્ર અધૂરો ગણાય છે માટે મંત્ર ને પૂર્ણ કરવા માટે મંત્ર ની શરૂઆત ઓમ થી જ કરવા ની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *