શું તમને ખ્યાલ છે ડાયાબીટીઝ, કબજીયાત, ધાધર, પથરી, હ્રદયરોગ થી લગતા ૩૦ થી પણ વધુ રોગોનો ઈલાજ છે આ એક ઔષધી, જાણો તેના ઉપયોગની રીત…

મિત્રો, બહેડા એ આપણા દેશમા મળતી સૌથી વિશેષ જડીબુટ્ટીઓમાંથી એક છે. તેનુ સેવન આપણને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે. આ ઔષધિનો ઉપયોગ સદીઓથી કરવામા આવે છે. આ એક એવી સક્રિય ઔષધી છે કે, જે જૈવિક તત્વોથી ભરપુર છે. તેમા અનેકવિધ એવા તત્વો સમાવિષ્ટ છે કે, જે આપની રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ તેના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે માહિતી મેળવીએ.

આ ઔષધિમાં પુષ્કળ માત્રામા એન્ટી-એન્જીંગ તત્વો સમાવિષ્ટ હોય છે. આ પોષકતત્વો તમારા શરીરમાંથી વધતી ઉમરના લક્ષણોને દુર કરે છે અને તેનુ નિયમિત સેવન તમારી વૃદ્ધાવસ્થાને સંતાડી દે છે. જો તમે નિયમિત આ ફળને ક્રશ કરીને તેની પેસ્ટ તૈયાર કરીને તેને તમારા ચહેરા પર લગાવો તી તમારી ત્વચા પરના કાળા દાગ-ધબ્બા તુરંત દૂર થઇ જાય છે અને તમારી ત્વચા એકદમ સુંદર અને આકર્ષક બની જાય છે.

આ ઉપરાંત કબજીયાતની સમસ્યાના નિદાન માટે પણ આ બહેડા ખુબ જ ઉપયોગી અને લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે બહેડાને પીસીને ત્યારબાદ નિયમિત તેનુ એક-એક ચમચી જેટલુ પાણી સાથે સેવન કરશો તો તમને કબજીયાતની સમસ્યામાંથી ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે. આ ઉપરાંત આ ઔષધિના સેવનથી તમારી પેટ સાથે સંકળાયેલી કોઈપણ સમસ્યા જડમુળથી દૂર થઇ જશે.

આ સિવાય જો તમે આ બહેડા અને ધતુરાના પાંદડાને એકસમાન માત્રામા લઈને ત્યારબાદ તેને પીસી લો અને ત્યારબાદ તેને ચલમ કે હોકામા ભરીને તેનુ સેવન કરો તો તમને શ્વાસ અને દમની સમસ્યામાંથી ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે આ બહેડાની છાલને મોઢામા રાખો તો તમને શ્વાસની સાથે સુકી ઉધરસ અને અન્ય અનેકવિધ સમસ્યાઓમા રાહત મળી શકે છે.

આ ઉપરાંત આ બહેડાની છાલનુ ચૂર્ણ જો તમે મધની સાથે વહેલી સવારે અને સાંજે સેવન કરો તો તમને કમળાની બીમારીમાંથી ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે ગળા સાથે સંકળાયેલ કોઈ સમસ્યા અથવા કાકડાની સમસ્યાથી પીડાતા હોવ તો બહેડાનુ સેવન તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ  શકે છે.

આ સિવાય જો તમે બહેડા, આમળા, હરડે, ભૃંગરાજ તથા બળેલા લોખંડની રાખ એકસમાન માત્રામા લઈને ત્યારબાદ તેમા શેરડીનો રસ મિક્સ કરીને તેને વાળ પર લેપ કરીને લગાવો અને ઉપર કપડુ બાંધીને રાત્રે સુઈ જાવ અને વહેલી સવારે માથાને શેમ્પૂથી ધોઈ લો તો તમને વાળ ખરી જવા, વાળ સુષ્ક બની જવા જેવી અનેકવિધ સમસ્યાઓ સામે રાહત મળી શકે છે.

આ સિવાય જો તમે બહેડા, આમળા, હરડે, ઈલાયચી, તજ, તમાલપત્ર, સુંઠ, મરચું, પીપળો તેમજ કોથાણુ ચૂર્ણને એકસાથે મધમા મિક્સ કરીને ત્યારબાદ તેનાથી મંજન કરો તો તમને દાંત સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓમા રાહત મળી શકે છે. આ ઉપરાંત તમે બહેડાનું ચૂર્ણ તથા ગુગળને એકસમાન મારામા લઈને તેનો લેપ વા અથવા તો ગઠીયાની ગાંઠો પર લગાવો તો તમને તુરંત જ રાહત મળી શકે છે.

આ ઉપરાંત કોઈપણ વ્યક્તિની કામોતેજના વધારવા માટે પણ આ બહેડાનો ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે નિયમિત વહેલી સવારે એક બહેડાની છાલનુ સેવન કરો તો તમારી સેક્સ પાવરમા વૃદ્ધિ થાય છે. તો એકવાર આ ઔષધિનુ સેવન તમે પણ કરો અને જુઓ તમારા શરીરમા ઔષધિના સેવન પછી કોઈ ફરક જોવા મળે છે કે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *