પરણિત હોવા છતાં, તબ્બુનું આ અભિનેતા સાથે 15 વર્ષ સુધી રહ્યું હતું અફેર, ત્યારબાદ આ કારણોસર બંને થયા અલગ

29, ઓગસ્ટ,  1959 ના રોજ જન્મેલા નાગાર્જુને દક્ષિણની સાથે  સાથે બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નાગાર્જુને 1967 માં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેલુગુ ફિલ્મથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી, ત્યારબાદ તેણે તમિળ, તેલુગુ અને હિન્દીમાં જબરદસ્ત બ્લોકબસ્ટર ફિલ્મો આપી. ‘ક્રિમિનલ’, ‘ખુદા ગવાહ’, ‘શિવા’ અને ‘જખમ’ એવી કેટલીક હિન્દી ફિલ્મો હતી જેમાં તેમની ભૂમિકાની અને એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે બોલિવૂડમાં તેની કારકિર્દી  ફિલ્મ ‘શિવા’ (1990) થી શરૂ કરી હતી.

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન અને બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુના અફેરની ઘણી ચર્ચા થઈ હતી. આ સંબંધ લગભગ 15 વર્ષ સુધી રહ્યો. નાગાર્જુનના પ્રેમમાં તબ્બુ મુંબઇ છોડીને હૈદરાબાદમાં રહેવા લાગી હતી. પરંતુ નાગાર્જુન પહેલેથી જ પરિણીત હોવાથી તે લગ્ન કરી શક્યો ન હતો અને તે પત્નીને છોડવા તૈયાર નહોતો. પછી આખરે વર્ષ 2012 માં, તબ્બુએ પોતાને નાગાર્જુનથી દુર કરી. જોકે બંનેએ આ સંબંધ પર ક્યારેય વાત કરી ન હતી.

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful) on

નાગાર્જુનનાં બે વાર લગ્ન થયાં છે. અગાઉ તેણે 1984 માં લક્ષ્મી દગ્ગીબત્તી સાથે લગ્ન કર્યા હતા પરંતુ 1990 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેના લગ્નજીવનથી એક પુત્ર પણ હતો. નાગા ચૈતન્ય. નાગા ચૈતન્ય પણ સાઉથની ફિલ્મોની લોકપ્રિય અભિનેતા છે અને તેના કગ્ન  સમાંથા અક્કીનેની સાથે થયા. 1992 માં લક્ષ્મી દગ્ગીબત્તી સાથે છૂટાછેડા લીધા પછી નાગાર્જુને અમલા સાથે લગ્ન કર્યા. હાલમાં પણ બંને સાથે છે. બંનેને એક પુત્ર અખિલ અક્કીનેની છે. અખિલ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે.

View this post on Instagram

#DevaDas #Nagarjuna #Nani

A post shared by Nagarjuna (@akkineni__nagarjuna) on

નાગાર્જુન પાસે હૈદરાબાદની જુબલી  હિલ્સ પાસે આશરે 40 કરોડ રૂપિયાનો બંગલો છે. એટલું જ નહીં, તે અન્નપૂર્ણા સ્ટુડિયો પ્રોડક્શન કંપનીનો માલિક છે.

આ સિવાય તે હૈદરાબાદના અન્નપૂર્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ  ફિલ્મ એન્ડ મીડિયાના પ્રમુખ પણ છે. એન.એન.એન. રિયાલિટી એન્ટરપ્રાઇઝિસના સ્થાપક ભાગીદાર પણ છે.

View this post on Instagram

 

A post shared by Nagarjuna (@akkineni__nagarjuna) on

ખુદા ગવાહમાં જે રોલ નાગાર્જુને કર્યો હતો એ રોલ પહેલા સંજય દત્તને આપવામાં આવી હતી. ‘ખુદા ગવાહ’ના શૂટિંગ દરમિયાન મુકુલ આનંદ વારંવાર સંજય દતની અભિનયમાં ખામી ગોટવા લાગ્યા. જેનાથી તંગ આવીને સંજય દતે ફિલ્મ છોડી દીધી હતી અને ત્યારબાદ બાદ સંજય દત્તનો છોડેલ રોલ દક્ષિણ અભિનેતા નાગાર્જુનને આપવામાં આવી હતી. ખુદા ગવાહ તે વર્ષની મોટી હિટ ફિલ્મ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *