નહિ લેવી પડે ક્યારેય પણ ડાયાબિટીસ માટે મેડીસીન, બસ તમે એકવાર અજમાવો આ ઉપચાર અને નજરે જુઓ ફરક…

નમસ્તે મિત્રો, આજકાલ મોટી ઉમરના લોકોમા ડાયાબિટીસનુ પ્રમાણ ખુબ જ વધતુ જાય છે. જેથી, કરીને લોકોના મનમા કોઈપણ ખોરાક લેવામા શંકા ઉત્પન્ન થાય છે અને આ કારણોસર જ લોકો અમુક શરીરમા જરૂરી એવો ખોરાક ખાવાનુ છોડી દેતા હોય છે, જેથી કરીને લોકોને બીજી બીમારી ઉત્પન થવાની સમસ્યાઓ રહે છે તો ડાયાબિટીસને દૂર કરવા માટે આજે આપણે અમુક દેશી નુસ્ખાઓ વિશેની વાત કરીશું.

મેથીના દાણાની અંદર ગેલેક્ટોમન નામનો ફાઈબર પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે શરીરમા રહેલા સુગરનુ શોષણ કરે છે. જેથી, કરીને કોઈપણ ગળ્યો ખોરાક લેવાથી તેમા રહેલી સુગરનુ શોષણ થાય છે જેથી, કરીને ગળ્યો ખોરાક ખાવાથી પણ શરીરમા ડાયાબિટીસનુ પ્રમાણ નિયંત્રણમા રહે છે.

તો ચાલો હવે આપણે મેથીનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે જાણીશું. સૌપ્રથમ ૧૦-૧૫ ગ્રામ મેથી લો, હવે તેને આખી રાત પાણીમા પલાળી રાખવી અને વહેલી સવારે તેનો ભૂકકો કરો. હવે તેને ગાળીને એકાદ માસ સુધી પીવાથી ડાયાબિટીસને નિયંત્રણમા લાવી શકાય છે.

આ ઉપરાંત દરરોજ મેથીને ગરમ પાણી સાથે લેવાથી ડાયાબિટીસ પર નિયંત્રણ મેળવી શકાય છે. ત્યારબાદ લોહીમા સુગરનુ પ્રમાણ ઓછુ કરવા માટે મીઠા લીમડાનો ખોરાકમા ઉપયોગ કરવો જોઈએ, જેથી લોહીમા સુગર સમતોલ પ્રમાણમા રહે છે. ડાયાબિટીસને કંટ્રોલમા લાવવા માટે આંબલી એક રામબાણ ઉપાય છે, પાકેલી આંબલીમાથી નીકળતા આંબલીયાને મોઢામા રાખવાથી ડાયાબિટીસ ઓછી આવે છે.

આ ઉપરાંત આંબાના પાનને સુકવી ત્યારબાદ તેનો પાવડર બનાવો આ પાવડરને દરરોજ સવાર-સાંજ જમ્યા બાદ પાણી સાથે લેવાથી ડાયાબીટીસમા પણ રાહત મળે છે. હળદરના ગઠિયાને ધીમા તાપે શેકી તેમાં સાકર ભેળવીને થોડા દિવસ સુધી પીવાથી આ સમસ્યાનુ નીરાકારણ લઈ આવી શકાય છે. આ ઉપરાંત વડની છાલનુ બારીક ચૂર્ણ કરીને તેને રાત્રે પાણી સાથે પીવાથી લોહીની અંદર રહેલી સુગરનો નાસ થાય છે. વડની છાલની અંદર એવા તત્વો પણ છે, જે સુગરનો નાશ કરે છે.

આ ઉપરાંત સીતાફળના પાનને પાણીમા એકદમ ઉકાળીને ત્યારબાદ થોડુ ઠંડુ થયા બાદ તેને થોડા દિવસ સુધી પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમા આવે છે. આ ઉપરાંત સવારે નીકળતા કુમળા તડકાની અંદર અડધી કલાક સુધી હલન-ચલન કરવાથી બે મહિનાની અંદર ડાયાબિટીસ જેવી બીમારી દૂર થાય છે.

આમ આપણા દેશની અંદર અનેકવિધ એવી વનસ્પતિ થાય છે કે, જેના દ્વારા આપણે શરીરમા થતી અનેકવિધ બીમારીઓનો અસરકારક ઈલાજ કરી શકીએ છીએ, જેનાથી આપણા ખર્ચ પણ ઓછા થાય છે અને આયુર્વેદિક હોવાથી કોઈ જ પ્રકારની આડઅસર થઈ શકતી નથી. આયુર્વેદિક ઔષદ્ધિ દ્વારા આપણે કોઈપણ બીમારીનુ સરળતાથી નિરાકરણ લાવી શકીએ છીએ. તેથી, જ શક્ય બને ત્યાં સુધી બધા લોકોએ મેડિસન્સ કરતા આયુર્વેદિક ઈલાજ કરવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *