કામ વગરનો ખર્ચો બચાવવા માટે પિતા એ વગર જણાવ્યે જ કરી દીધા દીકરી ના લગ્ન, જાણો પુરી કહાની

મિત્રો એક સિઝન આવે છે કે જ્યારે દરેક જગ્યાએ લગ્નનું વાતાવરણ ઊભું થાય છે. હિન્દુ ધર્મની અંદર લગ્ન અને શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. સારું મુહૂર્ત તથા સારો સમય જોઇને બે વ્યક્તિઓ લગ્નના બંધનમાં બંધાઈ છે. દરેક લોકો ઇન્ડિયન બિગ ફેટ વેડીંગ્સ ના વિશે તો જાણતા જ હશો. આ પ્રકારના લગ્નની અંદર પાણીની જેમ પૈસા વહાવવામાં આવે છે. અને સૌથી મોટું એક્ઝામ્પલ મુકેશ અંબાણી ની દીકરી ના લગ્ન છે. જે બિગ ફેટ વેડીંગ્સ માંથી એક હતી અને આ વર્ષ તેમના દીકરા આકાશ અંબાણી ના લગ્ન પણ કંઈક આ રીતે થવાના છે.

હિન્દુ ધર્મની અંદર લગ્ન માટેની ઘણા રસમો રિવાજ છે. દિવસની શરૂઆત થતા જ આ દરેક પ્રકારના રસમો શરૂ થઈ જાય છે. હલ્દી, મહેંદી, સંગીત, માઈન થી લઈને ના જાણે શું શું અને લોકો ફક્ત લગ્ન ના દિવસે જ નહિ પરંતુ આ રસમો માં પણ પાણી ની જેમ પૈસા વહાવે છે. લોકો આ પ્રકારના ભવ્ય લગ્ન કરવા માટે ખૂબ જ ખુશ હોય છે. તેના મનમાં એવા વિચાર હોઈ છે કે અમે એટલી મોટી ગ્રાન્ડ વેડિંગ કરીશું કે લોકો પણ જોતા રહી જાય. અને લગ્ન માં કરેલ આ ખર્ચા સમાજ માં નામ બનાવવામાં પણ ખાસ ભૂમિકા નિભાવે છે.

આ પ્રકારના લગ્નની અંદર પૈસા પાણીની જેમ વહાવવામાં આવે છે. પરંતુ આ દુનિયામાં એવા પણ ઘણા લોકો છે કે આ પ્રકારની વિચારસરણીથી અલગ રહે છે. આ પ્રકારના લોકો પૂરી રીતે સંપન્ન હોવા છતાં આ પ્રકારના ખોટા ખર્ચા કરવાનું બરાબર સમજતા નથી. આજે આપણે આવા જ એક લગ્ન વિશે જણાવીશું કે જેની અંદર છોકરો અને છોકરી ને ખબર નહોતું અને તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા.

આ પ્રકારની લગ્નમાં ખર્ચ રોકવાની પહેલ બફના ના એક પરિવાર કરી છે. તમને જણાવી દઈએ કે કાંકેર ની બાફના ફેમિલી ના દીકરા યશ ના લગ્ન કર્વધા માં રહેવા વાળા દિલીપ નાહટા ની દીકરી દિવ્યા થી તેમના નક્કી થયા હતા 28 ફેબ્રુઆરી 2019 એ બન્ને સગાઈ હતી, જેના ચાલતા બાફના ફેમિલી વાળા પોતાના કેટલાક સંબંધીઓ ની સાથે કર્વધા પહોંચ્યા હતા. છોકરો યસ એક સોફ્ટવેર એન્જિનિયર છે. જ્યારે છોકરા વાળા કવર્ધા પહોંચ્યા અને ત્યાં સગાઈ ની પુરી તૈયારીઓ થઇ ગઈ હતી, પરંતુ ત્યારે કંઈક એવું થયું કે તેમની તે દિવસ ચટ મંગની અને પટ બ્યાહ કરાવી દેવામાં આવ્યું.

આ સમયે એવું બન્યું કે સગાઈ ની તૈયારીઓ જોઇને યશના પિતાના મનમાં એવો વિચાર આવ્યો કે કામ વગર ના ખર્ચા ન કરવા જોઈએ. આ વિચારને તેણે દિવ્યા ના પિતા સાથે શેર કર્યો. ત્યારબાદ બંને વેવાઈ વચ્ચે કામ વગરના ખર્ચા ને રોકવા માટે એવું કદમ ઉઠાવ્યું કે સગાઈ ના દિવસે જ તેમને પોતાની દીકરી ના લગ્ન કરી દીધા.

જ્યારે બંને પક્ષો વચ્ચે મંજૂરી મળી ગઈ ત્યારબાદ સમય મેળવ્યા વગર જ મંડપ સજાવવામાં આવ્યા તથા દુલ્હા-દુલ્હનના સાત ફેરા ફેરવી દેવામાં આવ્યા. જોતજોતામાં જ બાફના ફેમિલી પોતાની વહું ને લઈને પોતાના ઘર પહોંચી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *