જયારે ઘરમાં રોપેલો તુલસીજીનો છોડ કાળો કે સુકાવા લાગે ત્યારે ભગવાન આપે છે આ સંકેત

તુલસી ના રોપ ને આપણા શાસ્ત્રો મા પૂજનીય ગણવા મા આવે છે તથા આ છોડ એટલો અનન્ય છે કે તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ કરવા મા આવે છે. આ છોડ ને સ્વર્ગ ના છોડ ની ઉપાધિ આપવા મા આવી છે. એવુ કહેવાય છે કે આ છોડ ને ધરતી પર મનુષ્ય ના કલ્યાણ માટે મોકલવા મા આવ્યુ છે.

ભાગ્યે જ એવુ ઘર જોવા મળશે કે જયા તુલસી નો છોડ નહી હોય. આ તુલસી ના રોપ થી તમારા ઘર નુ વાતાવરણ એકદમ પુજનીય તથા પાવનમયી બની જાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ તુલસી એ માતા લક્ષ્મી નુ એક અનન્ય સ્વરૂપ છે. તેને નિયમિત પાણી રેડવા થી વૈકુંઠ ધામ ની પ્રાપ્તિ થાય છે.

આ રોપ ને ઘર મા ઉછેરવા થી ઘર મા માતા લક્ષ્મી નો વાસ થાય. તુલસી ના છોડ થી ઘર ની આજુબાજુ નુ વાતાવરણ સકારાત્મક બની જાય છે. આ છોડ એટલો વિશેષ છે કે તેની કાળજી પણ વિશેષ રાખવી પડે છે. જો તેની યોગ્ય રીતે કાળજી રાખવા મા ના આવે તો તે સુકાઇ જાય છે જે અશુભ ગણાય છે.

તુલસી નો છોડ સુકાઇ ના જાય તે માટે ધ્યાન મા રાખવા જેવી બાબતો :

સૂર્ય અસ્ત થયા પછી તુલસી ના છોડ ને અડકવો નહી. તુલસી ના છોડ નો રવિવારે , એકાદશી ના દિવસે તથા સૂર્યગ્રહણ કે ચન્દ્રગ્રહણ ના દિવસે સ્પર્શવો નહી.

આ તુલસી ના છોડ ની સાથે કોઇ અન્ય છોડ રોપવો નહી. જો તમે અન્ય કોઇ રોપ રોપવા માંગતા હોવ તો તેના અને તુલસી ના રોપ વચ્ચે યોગ્ય અંતર રાખવુ. તુલસી નો છોડ એવી જગ્યા એ રોપવો જયા તેને યોગ્ય પ્રમાણ મા સૂર્યપ્રકાશ મળી રહે. નિયમિત આ છોડ મા જળ અર્પણ કરવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *