હાલ આવનાર સમયમા સર્જાઈ રહી છે વૃષભ સંક્રાતિ, અપનાવો આ ઉપાય અને કરો સૂર્યનારાયણને પ્રસન્ન, મળશે ઉચિત લાભ અને ઘરમા ભરાશે ધનના ભંડાર….

મિત્રો, હાલ વૃષભ સંક્રાંતિનો ખુબ જ શુભ યોગ બની રહ્યો છે. તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, તે મકર સંક્રાંત સમાન હોય છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા, દાન, જપ, તપ અને દાન નું ખૂબ મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં પણ આ દિવસનો ઉલ્લેખ કર્યો છે અને કહેવામાં આવ્યું છે કે, આ દિવસે કોઈપણ પવિત્ર નદી કે કુંડ માં નાહવાથી ખૂબ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે નદીમા સ્નાન કરવાથી તીર્થધામ ના દર્શન કર્યા જેટલું ફળ મળે છે અને પાપમાંથી મુક્તિ મળે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય એક મહિનામાં એક રાશિ માથી બીજી રાશિમાં ગોચર કરે છે. જ્યારે સૂર્ય દેવ આ ગોચર કરે છે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દરમિયાન સૂર્યદેવ તેની ઉચ્ચ રાશિ મેષ માંથી વૃષભ માં પ્રવેશે તેને વૃષભ સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય દેવ આ રાશિમાં પ્રવેશ વાથી વાતાવરણમાં પલટો થશે અને ગરમી વધી જશે.

જે દિવસે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરે છે ત્યારે સંક્રાંત ઉજવવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે ૧૪ મે ના રોજ સુર્ય મેષ રાશિ માંથી વૃષભ રાશિમાં પ્રવેશશે. તેથી આ દિવસે વૃષભ સંક્રાંતિ ની ઉજવણી કરવામાં આવે છે. સુર્ય દેવ એક રાશી માં ૧ મહિનો રહે છે. સુર્યદેવને આત્મા, માન-સન્માન, ઉચ્ચ પદ વગેરે આપનાર માનવામાં આવે છે. તેથી આ દિવસે સૂર્ય દેવ ની પૂજા કરવાથી લોકો ને તેમના આશીર્વાદ રૂપ આ બધુ મળે છે.

વૃષભ સંક્રાંતિનુ મહત્વ :

તેને મકરસંક્રાંતિ જેટલુ જ મહત્વ આપવામાં આવે છે. તેથી આ દિવસે દાન, પુણ્ય, જપ, તપ કરવાનું ખૂબ મહત્વ છે. તેનાથી તમને ઈચ્છા મુજબના ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તરસ્યા લોકોને પાણી પીવડાવવા થી ઘણું પુણ્ય મળે છે. તરસ્યા ની પ્યાસ બુજાવવાથી યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. તેથી રસ્તા પર છેડામાં વૃક્ષ નીચે પાણી નું ભરેલું મટકું મૂકો. તેનાથી તમને ઘણું પુણ્ય મળશે.

પૂજા કરવાની વિધિ :

સવારે ઊઠીને સ્નાન કરી ઘરના કામકાજ કરવા. નહાવાના પાણીમાં ગંગા જળ નાખવાથી તે પવિત્ર થઈ જાય છે. તેથી પાણી માં ગંગાજળ ઉમેરીને નાહવું. આ દિવસે “ૐ નમો ભગવતે વાસુદેવાય” આ મંત્ર નો ૧૦૮ વખત જાપ કરી સુર્યદેવ ને જળ ચડાવવું. જળ ચડાવ્યા પછી ગરીબ લોકોને વસ્ત્રનું અને ભોજન નું દાન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *