દરરોજ રાત્રે ગરમ દૂધમા આ વસ્તુની માત્ર એક જ ચમચી ઉમેરીને કરો સેવન કબજીયાતથી આજીવન માટે મળશે મુક્તિ, આજે જ જાણો ઉપયોગની રીત…

મિત્રો, ઇસબગુલ એક એવી ઔષધિ છે જે પાચનતંત્રને લગતી તમામ બીમારીઓ દૂર કરે છે. તમે ઘરના ઘણા વડીલોને ઇસબગુલ અને તેના ભુક્કાનો ઉપયોગ કરતા જોયા હશે. તેને આયુર્વેદમાં પેટની બધી સમસ્યાઓ માટેનો ઉપચાર માનવામાં આવે છે પરંતુ, શું તમે જાણો છો ઇસબગુલ શું છે અને તેના ફાયદાઓ શું છે? તો ચાલો આજે આ લેખમા જાણીએ તેના ફાયદા વિશે.

તે પ્લાન્ટાગો ઓવાટા નામના છોડનું બીજ છે. આ છોડ ઘઉંના છોડ જેવો જ દેખાય છે. તેમાં નાના-નાના પાંદડા અને ફૂલો પણ હોય છે. આ છોડ પર ઉગાડવામાં આવતા બીજ સફેદ રંગની સામગ્રીથી ઢંકાયેલા હોય છે. આ સફેદ પદાર્થને ઇસબગુલનો ભુક્કો કહેવામાં આવે છે. તેના દાણા અને ભુક્કામાં ઘણા ઓષધીય ગુણધર્મો જોવા મળે છે પરંતુ, મોટાભાગના લોકો તેની ભૂકીનો ઉપયોગ બધી સમસ્યાઓમાં કરે છે.

આ ભુક્કામાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે. તે પાચનની સમસ્યાઓમા પણ ખૂબ જ અસરકારક છે. આ ભુક્કાનું સેવન કરવાથી ગેસ, એસિડિટી, મરડો, કબજિયાત, ઝાડા વગેરેમાં રાહત મળે છે. આ ભુક્કો કોઈપણ ઉમરના લોકો દ્વારા પીવામાં આવે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે ઇસબગુલનો ભુક્કો પણ ખૂબ જ ફાયદાકારક છે.

ઘણા સંશોધનોમાં એવું પણ સાબિત થયું છે કે, ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાઈબરથી ભરપૂર આહાર ખૂબ ફાયદાકારક છે. આ ઇન્સુલિન અને બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડે છે,જેના કારણે ડાયાબિટીઝ નિયંત્રણમાં છે. આજકાલ વજન વધવું એ પણ એક મોટી સમસ્યા છે,આ કારણે ઘણી સમસ્યાઓ લોકોને ઘેરી લે છે.એવામાં ઇસબગુલ તમારું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. તેને ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે,જેના કારણે તમે બિનજરૂરી ખાવાથી બચી શકો છો.

આ ઉપરાંત એસિડિટી જેવી સમસ્યા માં રાહત અપાવે છે. આ પેટમાં એસિડના પ્રભાવને ઓછુ કરે છે. એસિડિટી થતા ઈસબગુલને ઠંડા પાણી સાથે ભોજન પછી લો. ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરે છે. આ કોલોનને સાફ રાખે છે તેથી તે ભોજનના પાચનમાં મદદરૂપ થાય છે. ઈસબગુલને પાણીમાં મિક્સ કરી મિક્સચર તૈયાર કરી લો અને તેમા લીંબૂનો રસ ભેળવી દો. સવારે ખાલી પેટ આનુ સેવન કરો.જેનાથી એસેડીટી જેવી બીમારી થોડા દિવસોમાં દૂર થઈ જશે.

ત્યાર બાદ હદય રોગ ના દર્દી માટે પણ ઈસબગુલ નો ઉપયોગ કરવામાં આવે છે ઈસબગુલ દ્નું સેવન કરવાથી શરીર માં વધારા ની ચરબી જમા થતી નથી જેને કારણે હાર્ટએટેક જેવી સમસ્યા થી આપણને નિરાકરણ મળે છે. આ ઉપરાંત આતરડા ને લગતી બીમારી ની અંદર પણ આ ઔષધિનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક આયુર્વેદિક ઔષધિ છે જેના ઉપાય થી આપણને કોઈ જ પ્રકારનું નુકશાન થતું નથી જેથી આપણે આ ઔષધિનો ચોકકસ ઉપયોગ કરવો જોઈએ જેથી આવી અનેક બીમારીઓ થી આપણે બચી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *