કોલેસ્ટ્રોલ, બીપી તેમજ લીવરથી લગતી કોઇપણ પ્રકારની બીમારીઓ થી કાયમી માટે દૂર રહેવા જરૂરથી કરો આ વસ્તુનુ સેવન, જાણો તમે પણ…

લીલા શાકભાજીના ઘણા ફાયદા રહેલા છે. લીલા શકભાજી ખાવાથી તે આંખની દ્રષ્ટિને પણ સુધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં મુખ્યત્વે પાલક, મેથી જેવી વસ્તુનો સમાવેશ થાય છે. પરંતુ, લીલી ડુંગળી અને લીલુ લસણના પણ ઘણા અલગ ફાયદા રહેલા છે. લીલું લસણ આરોગ્ય માટે સૌથી વધુ લાભકારી છે. નિયમિત લીલું લસણ ખાવું જોઈએ. લીલા લસણને શિયાળાનું બેસ્ટ હર્બ કહે છે. અને તેનું વાવેતર શિયાળામાં વધુ જોવા મળે છે. લીલુ લસણ ખાવાથી શરીરની બધી સમસ્યામાં ઘણો ફાયદો થાય છે.

લીલા લસણ માં અમુક ખાસ પ્રકારના વિટામીન્સ, મિનરલ્સ જેવા તત્વો રહેલા હોવાથી તે અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે. લીલું લસણ ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવાની સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે. લીલા લસણમાં ખાંસી અને શરદીના ચેપને મટાડવાની ક્ષમતા હોય છે. જે શરદીમાં છુટકારો અપાવે છે. લીલા લસણનો ઉપયોગ જલ્દી શરદી અને ખાંસી માંથી મુક્તિ આપે છે. લીલુ લસણ એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ને કારણે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખુબ સારું છે.

તે અલ્ઝાઇમર જેવા રોગો સામે અસરકારક રીતે કાર્ય કરે છે. તેમાં એલિસિન નામનું સંયોજન લીલા લસણમાં જોવા મળે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ થી છુટકારો મેળવવામાં ખુબ મદદ કરે છે. આ સંયોજન ખરાબ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશન ને અટકાવે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને હૃદયના રોગને સુધારે છે. આહારમાં લીલુ લસણ શામેલ કરો અને તેના નિયમિત સેવનથી લોહીના ગાંઠા ઓછા થાય છે અને તે થ્રોમ્બો એમ્બોલીઝમ અટકાવવામાં પણ મદદ કરે છે. બ્લડ પ્રેશરના દર્દીને લીલુ લસણ ખાવાથી ઘણો ફાયદો થાય છે.

લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં ઉપયોગી બને છે. તેનું સેવન કરવાથી શરીરમાં આર્યન વધે છે. લીલા લસણમાં એન્ટી બેક્ટેરિયલ તેમજ બળતરા વિરોધી ગુણધર્મો છે જે ચેપ સામે લડવામાં ખુબ મદદ કરે છે. તેમાં એન્ટીબાયોટીક ગુણધર્મને લીધે તે રોગો સામે લક્ષણ આપે છે. તેની અંદર ભરપુર પ્રમાણમાં મિનરલ્સ રહેલું છે. લીલા લસણથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ વધી શકે છે. તેનાથી તે શરીરના બધા અંગોમા ઓક્સિજન સરખી રીતે પહોંચાડે છે.

આહારમાં લીલા લસણનો સમાવેશ કરવાથી પાચનની સમસ્યાઓમાં ઘણો સુધારો થાય છે. તે ખાસ કરીને આંતરડામાં ફાયદો કરે છે અને યકૃતની બળતરાને ઘટાડે છે. લીલું લસણ ખાવાથી પેટના કૃમિથી પણ છુટકારો મળે છે, અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. તે પેટના ખરાબ બેક્ટેરિયા નો નાશ કરે છે અને આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને સુરક્ષિત રાખે છે. લીલા લસણમાં એલિસિન, સલ્ફર નામનું સંયોજન છે જે લસણની ગંધ માટે જવાબદાર છે. ખાસ કરીને સલ્ફર શરીરની સંરક્ષણ પ્રણાલીને વધારે છે.

ડાયાબિટીસના દર્દીઓને લીલા લસણની ચટણી અથવા કચુંબરના રૂપમાં તેનું સેવન કરી શકાય છે. લોહીની સંખ્યા ઓછી હોય અથવા એનિમિયા વાળા વ્યક્તિમાં ખાસ કરીને ખોરાકમાં લીલી શાકભાજી નો સમાવેશ થવો જોઈએ કારણ કે આયર્ન મેળવવાની આ વિપુલ રીત છે. લીલા શાકભાજી ખાવાથી લોહીના ટકાવારીમાં વધરો થાય છે, અને તે લોહીની ઉણપને દુર કરે છે. લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે, તેથી તે હૃદયની બીમારીથી બચાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *