આજથી જ શરુ કરી દો વિશ્વના આ શક્તિશાળી ફળનુ સેવન, અશક્તિ અને નબળાઈની સમસ્યા થશે કાયમ માટે દૂર, આજે જ જાણો આ ફળ અને તેના ફાયદા વિશે…

કિવિ મૂળ ન્યૂઝીલેન્ડ અને ઇટલી માંથી આવેલું ફળ છે. પરંતુ તેની ખેતી આજે આપણા ભારત દેશમાં પણ થવા લાગી છે. ભારતના હિમાચલ પ્રદેશનું વાતાવરણ કિવિને માફક આવી ગયું છે. આ ઉપરાંત કિવિ ની ખેતી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં પણ કરવામાં આવે છે. આજકાલ બજારમાં કિવિ ની માંગ ખૂબ વધી છે. કરણ કે કિવિ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

કિવિ ને લઈને લોકોના મગજમાં એક મૂંઝવણ થાય છે કે આ ફળ ને કેવી રીતે ખાવું, છોલીને ખાવું કે છોલ્યા વગર? કિવિને છોલ્યા વગર ખાવું આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારું છે. પરંતુ કિવિ ની છાલ રેસા વાળી હોય છે તેથી લોકોને ખાવામાં તકલીફ થાય છે. તેથી આ ફળને કપડાથી ઘસીને લૂછી લો. તેનાથી તેના પર રહેલા રેસા નીકળી જશે.

કિવિ બધી ઋતુમાં મળે છે. આ ફળ દેખાવ માં આકર્ષિત નથી પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ તે ખૂબ ગુણકારી હોય છે. ૧૦૦ ગ્રામ કિવીમાં ૬૧ કેલરી , ૧૪.૬૬ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧ ગ્રામ પ્રોટીન, ૩ ગ્રામ ફાઈબર, ૨૫ માઇક્રો ગ્રામ ફોલિક એસિડ ની સાથે બીજા એન ઘણા તત્વો હોય છે. જો શરીરમા વ્હાઈટ બ્લડ સેલ ની ઉણપ જણાય તો ડોક્ટર આ ફળ ખાવાનું સૂચવે છે. કીવી ખાવાથી ઘણી બીમારીઓ થી બચી શકીએ છીએ.

૧ ગ્લાસ કિવિ નું જ્યુસ, ૧ લોહીના બટલા ચડાવ્યા જેટલું અસર કરે છે. ૧૦ સફરજન માંથી જેટલા વિટામિન મળે છે તેટલા માત્ર એક કીવી ખાવાથી મળે છે. આ ઉપરાંત કિવી માં ભરપૂર માત્રામાં વિટામિન સી અને વિટામિન ઈ હોય છે. અનિદ્રાની સમસ્યાને દૂર કરવા કિવિ ઉત્તમ ઉપાય છે. કીવી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેથી આપણે બીમારી સામે સુરક્ષિત રહી શકીએ છીએ.

આ ઉપરાંત હ્રદયની બીમારી, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓમાં કિવિ નું સેવન કરવુ ખૂબ ફાયદાકારક છે. તે વાળને ખરતા અટકાવે છે અને લાંબા અને મજબૂત કરે છે. તેમાં લૉ ગ્લાયસેમિક ઈન્ડેક્ષ અને હાઈ ફાઈબર હોય છે જે શરીરમાં ચરબી જમા થવા નથી દેતું અને વધારાની ચરબી ને દૂર કરે છે.

પેટમાં દર્દ, બાવાશિર વગેરે જેવી બીમારીઓમાં પણ કિવિ ઉત્તમ ઉપાય છે. તે શરીરમાં સોડિયમ નું પ્રમાણ ઓછું કરે છે તેથી કાર્ડિયોવસ્ક્યુલર નામના રોગ થી રક્ષણ કરે છે. કબજિયાત ની સમસ્યા પણ કિવિ ખાવાથી દૂર થાય છે. તે પાચનતંત્ર ને પણ મજબૂત કરે છે.

કિવીના સેવનથી આપણી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે. તે આંખો ની નબળાઈ અને બીજી સમસ્યા પણ દૂર કરે છે અને આંખોની રોશની વધારે છે. તેમા બ્લડ ક્લોટિંગ તત્વ હોય છે જે લોહિને નસોમાં જમવા નથી દેતું. કિવિ ને તમે ઘરે પણ કુંડામાં ઉગાડી શકો છો. તેથી કિવિ નું સેવન રોજ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *