આ સામાન્ય લાગતું પુષ્પ દવા કરતા પણ છે સો ગણું શક્તિશાળી, મોઢાની ચાંદીથી લઈને કોલેસ્ટ્રોલ સુધીની તમામ સમસ્યાઓને જડમુળથી કરશે દૂર, આજે જ જાણો ઉપયોગ કરવાની રીત અને નજરે જુઓ ફરક….

મિત્રો, આજે આપણે જાસૂદના પુષ્પ વિશે વાત કરીશુ. આ પુષ્પ જોવામા જેટલુ આકર્ષક છે તેના ઔષધીય ગુણધર્મો પણ એટલા સારા છે. તેના માત્ર ફૂલ જ નહીં પાન અને મૂળ પણ ખૂબ ઉપયોગી છે. આયુર્વેદ માં તેનો ખૂબ ઉપયોગ થાય છે. સનાતન ધર્મમા ગણેશજી અને કાલિમાની પૂજા માટે જાસૂદનું પુષ્પ વાપરે છે. તો ચાલો આજે જાસૂદના કેટલાક ફાયદા વિશે જાણીએ.

આ પુષ્પમા વિટામિન-સી પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. તેના સરબત અને ચા પણ બનાવી શકાય છે. તેનાથી ચામડીને લગતા અનેકવિધ બીમારી મટાડી શકાય છે. આ ઉપરાંત ચહેરા પરની કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. તો એકવાર અજમાવો.

મોંમા થયેલી ચાંદીની સમસ્યામા પણ આ પુષ્પ રાહત કરે છે. આ પુષ્પની પાંખડી ચાવવાથી ચાંદી માટે છે. તેના પુષ્પને નાના ટુકડા કરીને વાટીને કોગળા કરવાથી પણ ચાંદીમા રાહત મળશે. આ પ્રયોગ ૨૦ મિનિટ સુધી દિવસમાં ત્રણ વાર કરવો તેનાથી મોઢાની ચાંદીની સમસ્યા દૂર થશે.

આ પુષ્પની ચા શરદી અને ઉધરસમા રાહત આપે છે. આ હર્બલ ચા પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. આ ફૂલ ને સૂકવીને તેનો પાઉડર પિત અને પથરી દૂર કરવા માટે પણ વાપરી શકાય છે. આ ફૂલને પાણીમા પલાળી તેમા મધ મિક્સ કરી ચહેરા પર લગાડવાથી ખીલ દૂર થશે અને ચહેરો સાફ થશે.

આ પુષ્પની ચામા વિટામીન, ફાઇબર, મિનરલ્સ, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેના લીધે તણાવ ઓછું થાય છે તેથી મગજ શાંત રહે છે તેમજ ડિપ્રેસન પણ દૂર થાય છે. રોજ એક કપ આ ચા પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. લીવરને લગતી બીમારીમા પણ તે રાહત આપે છે.

વાળની સમસ્યા દૂર કરવા માટે આ પુષ્પનો ઉપયોગ કરવો જોઈએ. મેથીના દાણા, જાસૂદના પુષ્પ અને બેરના પાન વાટીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ૧૫ મિનિટ સુધી વાળમાં લગાડી રાખો અને ત્યારબાદ ચોખ્ખા પાણી એ વાળ ધોઈ લો. તેનાથી તમારા વાળ મજબૂત બનશે અને સફેદ વાળ કાળા થશે. આ પુષ્પમા એન્ટીઓક્સિડન્ટ તત્વ શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરવામાં મદદરૂપ થાય છે. તેથી બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને વાળની બીમારીથી મુક્તિ મેળવવા ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *